ગુજરાત
News of Thursday, 17th May 2018

નડિયાદના અમદાવાદી દરવાજા પાસે તાજું જન્મેલ બાળક મૃત અવસ્થામાં મળ્યું :ચકચાર

નડિયાદ શહેરમાં આવેલ અમદાવાદી દરવાજા પાસે આજે સવારે તાજુ જન્મેલ બાળક મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.એવું મનાય રહયું છે કે સામાન્ય રીતે આ વિસ્તારમાં રાત્રી દરમ્યાન પબ્લિકની અવર જવર ઓછી હોય છે. ત્યારે  કોઇ સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા માટે આ બાળકને અહી ત્યજી દીધુ હોવાની ચર્ચા સ્થાનિકોમાં ચાલી છે. સમગ્ર ઘટના બાબતે નડિયાદ ટાઉન પોલીસે જાણવા જોગ નોધ દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે 

(12:17 pm IST)