ગુજરાત
News of Thursday, 17th May 2018

પવિત્ર પુરુષોત્તમ માસના પ્રથમ દિને એસજીવીપી ગુરુકુલ દ્વારા ચાલી રહેલ શિબિરાર્થી બહેનો દ્વારા ભવ્ય શોભાયાત્રા

અમદાવાદ તા.૧૭ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી દ્વારા, શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને શા. ભકિતવેદાન્તદાસજી સ્વામી તથા .વેદાન્તસ્વરુપદાસજી સ્વામીની આગેવાની નીચે સંસ્કાર સભર બાલ-યુવક શિબિર ચાલી રહેલ છે. જેમાં ૪૦૦  ઉપરાંત વિદ્યાર્થીઓ  તથા સાંખ્યયોગી બહેનોના વડપણ નીચે  ૩૫૦ જેટલી બાળાઓ તેમજ ૫૦ જેટલા કાર્યકર્તા બહેનો પણ જોડાયાં છે. બાળાઓને સાંખ્યયોગી બહેનો સાંપ્રદાયિક પ્રણાલિકા પ્રમાણે કૌટુંબિક અને સામાજિક સદાચારના નીતિ નિયમો તેમજ આદર્શ જીવનના સંસ્કારના પાઠ શીખવાડી રહ્યા છે. તેમજ  શિબિરમાં બાળાઓને હોર્સ રાઇડીંગ, સ્વીમીંગ, યોગ વગેરેની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.

        અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહેલ છં ત્યારે સાંખ્યયોગી બહેનો અને અન્ય કાર્યકર્તા બહેનો તથા શિબિરાર્થી વિદ્યાર્થિનીઓ દ્વારા ગુરુકુલ પરિસરમાં વાજતે ગાજતે રાસ ગરબાની રમઝટ સાથે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ. સારાયે ગુરુકુલમાં ફરી પ્રાર્થના ખંડમાં સભાના રુપમાં ફેરવાય ગયા હતા.

(12:13 pm IST)