ગુજરાત
News of Thursday, 17th May 2018

આસોદર-વાસદ રોડ પર આઇસર ચાલકને માર મારીને લૂંટ કેસમાં આરોપીને બે દિવસના રિમાન્ડ

આસોદર-વાસદ રોડ ઉપર આવેલા સુંદણ ગામના પાટીયા પાસે એક આઈસર ચાલકને માર મારીને લૂંટી લેવાના કેસમાં પકડાયેલા એક શખ્સના બે દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. રીમાન્ડ દરમ્યાન તેની ઓળખપરેડ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. પોલીસે લૂંટમાં ગયેલા રોકડા ૧૨૫૦૦ તથા બે મોપેડ પણ જપ્ત કર્યા છે
    આ અંગેની વિગત મુજબ આઈશરને પાછળથી મેસ્ટ્રો અને એક્સીસ મોપેડ પર સવાર થઈને આવી ચઢેલા બે શખ્સોએ આંતરીને ચાલકને બહાર ખેંચી માર મારીને તેની પાસેથી રોકડા ૧૨૫૦૦ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને સમા-સાવલી રોડ પરથી એક શખ્સને ઝડપી પાડીને તેને કોર્ટમાં રજુ કરી બે દિવસના રીમાન્ડ પર મેળવ્યો હતો
  રીમાન્ડ દરમ્યાન બીજા શખ્સનું નામ ખુલવા પામ્યું છે જે સગીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે લૂંટમાં ગયેલા પૈસા તથા મેસ્ટ્રો અને એક્સીસ પણ જપ્ત કર્યું છે. આ કેસની તપાસ ચલાવી રહેલા પીએસઆઈ પરિતોષ સિંઘે જણાવ્યું હતુ કે, પકડાયેલો શખ્સ વડોદરાનો રીઢો ચેઈન સ્નેચર અને વિદેશી દારૂના ગુનાઓમાં પકડાયેલો છે. તેની મામલતદાર સમક્ષ ઓળખપરેડ કરવામાં આવનાર છે.

(10:23 am IST)