ગુજરાત
News of Thursday, 17th May 2018

બોરસદના દહેવાણના છીણાપુરામાં બે પરિવારો વચ્ચે લાકડીઓથી મારામારી : આઠ લોકોને ઇજા

અગાઉની અરજીની રીસ રાખીને ઝઘડો કર્યો : સામસામી ફરિયાદ

બોરસદ તાલુકાના દહેવાણના છીણાપુરામાં બે પરિવારો વચ્ચે લાકડીઓથી મારામારી થતાં આઠ લોકોને ઇજા થઇ છે આ અંગે વીરસદ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

    જેમાં સજ્જનબેન ઉદેસિંહ પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે,તેઓ ઘરના સભ્યો સાથે પોતાના ઘર તરફ જતા હતા ત્યારે નજીકમાં રહેતા લાલાભાઈ શનાભાઈ પરમાર, અર્જુનભાઈ સોમાભાઈ પરમાર, સોમાભાઈ રાયસીંગભાઈ પરમાર તથા અમરાભાઈ રાયસીંગભાઈ પરમાર લાકડીઓ લઈને ગાળો બોલતા આવી ચઢ્યા હતા અને તમે ગામમાં કેમ ગયા તેમ જણાવીને લાલાભાઈએ પોતાની પાસેની લાકડી સજ્જનબેનને જમણા પગની સાથળ ઉપર તથા અર્જુનભાઈએ લાકડી કમરના ભાગે મારી દીધી હતી. મહિપતસિંહ, રમણભાઈ તથા છગનભાઈ છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ લાકડીઓથી માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

   સામા પક્ષે સોમાભાઈ રાયસીંગભાઈ પરમારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અગાઉની અરજીની રીસ રાખીને છગનભાઈ પુંજાભાઈ પરમાર, મહિપતસિંહ અમરસિંહ પરમાર, મનુભાઈ રયજીભાઈ પરમાર તથા રમણભાઈ પુંજાભાઈ પરમાર લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને ઝઘડો કરી આ બધાને આજે પુરા જ કરી નાંખો તેમ જણાવીને છગનભાઈએ પોતાની પાસેની લાકડી સોમાભાઈને માથામા મારી દીધી હતી જ્યારે મહિપતસિંહે જમનાબેનના જમણા હાથ તથા ડાબા હાથની કોણી ઉપર મારી દીધી હતી. પ્રવિણભાઈ તથા અમરસિંહ વચ્ચે પડતાં તેમને પણ લાકડીઓથી માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(10:21 am IST)