ગુજરાત
News of Thursday, 17th May 2018

દાહોદના કતવારાના ઇટાવા ચોકડી નજીક 1,72 લાખનો વિદેશી દારૂ ઝડપાયો :બુટલેગરની ધરપકડ : 4,22 લાખનો મુદામાલ જપ્ત

 

દાહોદઃ કતવારાના ઇટાવા ચોકડી પાસેથી 1.72 લાખનો દારૂ ઝડપાયો છે કતવારા પોલીસે પિકઅપ ગાડી સહિત 4.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એક બૂટલેગરની અટકાયત કરી છે.

 

   મળતી વધુ માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાંથી એક કરોડથી વધુનો વિદેશી દારૂ પકડાયો છે. દારૂ ક્યાંક આર્મીનાં સાધનોની આડમાં તો ક્યાંક મિનરલ વોટરની આડમાં તો ક્યાંક લસણની ગૂણીની આડમાં તો ક્યાંક માર્કેટ યાર્ડના ગોડાઉનમાંથી પકડાવાના બનાવો બન્યા છે. આજે મળેલી બાતમીને આધારે પોલીસે દાહોદના કતવારાના ઇટાવા ચોકડી પાસે વોચ ગોઠવીને પીકઅપ ગાડીમાંથી 1,72 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો

(9:56 pm IST)