News of Thursday, 17th May 2018
દાહોદમાં પીવાના પાણીના હરતા ફરતા ATM મુકાયા: 5 રૂપિયામાં 10 લીટર પાણી મળશે
દાહોદ મ્યુનિસિપાલિટી દ્વારા પીવાની પાણીની સખત તંગી સામે નવો જ નુસખો અજમાવવામાં આવ્યો છે.દાહોદમાં પીવાના પાણી માટે હરતાં-ફરતાં ATM મૂકવામાં આવ્યા છે. જેમાંથી લોકો હવે માત્ર 5ના ખર્ચે 10 લિટર પીવાનું પાણી અને રૂ. 10ના ખર્ચે 20 લિટર પીવાનું પાણી મેળવી શકશે.
(9:58 pm IST)