ગુજરાત
News of Thursday, 17th May 2018

સુરતઃના ભટારના સ્વિમિંગ પૂલમાં 8 વર્ષના બાળકનું ડૂબી જતા કરૂણમોત :કાપડિયા હેલ્થ ક્લબમાં ઘટના

સુરત ;ભટારમાં આવેલા કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પૂલમાં 8 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું છે ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ડૂબી જતા ઈન્સ્ટ્ર્ક્ટર સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

 મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને વેસુ વીઆઈપી રોડ પર આવેલા નંદનવન-2માં રહેતા પિંકેશભાઈ પોદ્દારના કાપડા વેપારી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો પુત્ર હર્ષ બુધવારે સાંજે કાપડિયા હેલ્થ ક્લબમાં સ્વિમિંગ માટે ગયો હતો. સ્વિમિંગ દરમિયાન તે ડૂબી જતા ફરજ પરના ઈન્સ્ટ્રક્ટર હર્ષને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ચૂક્યું હતું.

   સૂત્રોનું કહેવું છે કે હર્ષને ખેંચને બિમારી હતી. તેમ છતા તેને સ્વિમિંગ પૂલમાં તેને પ્રવેશ કેવી રીતે આપ્યો તે અંગે મેનેજમેન્ટ સામે પ્રશ્ન ઉભા થયા છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે

(1:14 am IST)