ગુજરાત
News of Thursday, 17th May 2018

નવસારીના સુપા કુરેલ ગામમાં વાનરનો ત્રાસઃ વૃદ્ધા અને બાઇકસવાર ઉપર હૂમલો કર્યો

નવસારીઃ સારીના સુપા કુરેલ ગામમાં લોકોને વાનરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. ત્યારે એક વાનેર વૃદ્ધ મહિલા પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે અને આ ઘટનામાં મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. મહત્વનું છે કે છેલ્લા 2 મહિનામાં વાનરે 19 લોકો પર હુમલો કર્યો છે. જો કે વાનરના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

હાલ તો વનવિભાગ અને NGOએ વાનરને પકડવાની તજવીજ હાથ ધરી છે.

(7:35 pm IST)