ગુજરાત
News of Thursday, 17th May 2018

અમદાવાદના સોલા ઓવરબ્રીજ ઉપર દારૂના નશામાં ધૂત કારચાલકે અન્ય કારને હડફેટે લીધા બાદ લોખંડની રેલીંગ સાથે અથડાઇઃ અેકને ઇજા

અમદાવાદઃ એસ.જી. હાઈવે પર જઈ રહેલી મર્સિડીઝ કારે મંગળવારે સાંજે સોલા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જ્યો. અનેક કારને અડફેટે લીધા બાદ કાર રેલિંગ સાથે અથડાઈ. કાર ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મંગળવારે સાંજના સમયે સોલા ઓવરબ્રિજ પર GJ01KJ7012 નંબરની મર્સિડીઝ કારના ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો. જેના કારણે બ્રિજ પર જઈ રહેલી અનેક કારને અડફેટે લીધી. અંતે કાર બ્રિજ પર રહેલી લોખંડની રેલિંગ સાથે અથડાઈ. જેમાં કાર ચાલક દેવેન્દ્ર દેસાઈ(65)ને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સાંજના સમયે એસ.જી હાઈવે પર ભારે ટ્રાફિક રહે છે. અકસ્માતને કારણે સોલાબ્રિજ પર કલાકો સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ પહોંચી અને ટ્રાફિકને પૂર્વવત કર્યો.

અકસ્માત સર્જાયા બાદ લોકો એકઠા થઈ ગયા અને કાર ચાલકને બચાવ્યો હતો. જેમાંથી કેટલાક લોકો એવું પણ કહી રહ્યા હતા કે કાર ચાલક દારૂના નશામાં હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(7:33 pm IST)