ગુજરાત
News of Friday, 16th April 2021

રાજપીપળા રજપૂત વાડીમાં કોરોના ટેસ્ટિંગ કામગીરીમાં લોકોની સંખ્યા વધતા કીટ ઘટી પડી: લોકો રાહ જોઈ ઉભા રહ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ઘણા દિવસોથી કોરોનાના કેસો વધી રહ્યા હોય રસીકરણની સાથે સાથે કોવિડ ટેસ્ટિંગ ની કામગીરી અનેક જગ્યાઓ પર ચાલુ છે ત્યારે આજે રાજપીપળા રજપૂત વાડીમાં કોરોના ટેસ્ટિંગ કરાવવા માટે અચાનક લોકોની ભીડ વધી જતાં રેપીડ કીટ ખલાસ થઈ ગયા બાદ જે તે કેન્દ્ર પરથી હાજર સ્ટાફે રેપીડ ટેસ્ટિંગ કીટ તાત્કાલિક મંગાવવાની ફરજ પડી હતી જેના કારણે લોકો ત્યાં રાહ જોઈ ઉભા રહ્યા હતા.

જોકે આ બાબત ત્યાં હજાર સ્ટાફ ને પૂછતાં તેમના જણાવ્યા મુજબ એક બોક્સ માં 25 કીટ આવે છે રૂટિન મુજબ અમે એક બોક્સ લઈ આવ્યા હતા પરંતુ આજે ટેસ્ટિંગમાં લોકોની સંખ્યા અચાનક વધી જતાં આમ બન્યું હતું.અમે બીજું બોક્સ મંગાવતા ટેસ્ટિંગ કમગીરી શરૂ થઈ ગઈ હતી.

(12:22 am IST)