ગુજરાત
News of Tuesday, 17th April 2018

સોલાર ઉત્પાદનમાં ગુજરાતએ નબરવનનું ટાઇટલ ગુમાવ્યું રાજસ્થાનમાં સૌથી વધુ ઉત્પાદન : બીજાક્રમે તામિલનાડુ અને મહારાષ્ટ્ર ત્રીજાસ્થાને

અમદાવાદ :સોલાર વીજળી ઉત્પાદિત કરવામાં રાજસ્થાન નંબર વન બની ગયું છે. સરકારી સત્તાવાર આંકડા પ્રમાણે સમગ્ર દેશમાં સૌથી વધુ સોલાર ઉત્પાદિત કરતું રાજ્ય રાજસ્થાન બન્યું છે. ગુજરાતને દેશનું સોલાર હબ બનાવવાના વાયદા અને ગુજરાત દેશનો સૌથી વધુ સોલાર વીજળી ઉત્પાદિત કરતું રાજ્ય બનશે તેમ મનાતું હતું પરંતુ ગુજરાતે સોલાર મિશનમાં નંબર વન થવાનું ટાઇટલ ગુમાવ્યું છે.

  સેન્ટ્રલ સ્ટેટેસ્ટીક્સ ઓર્ગેનાઇઝેશનના સ્ટેટેસ્ટીક્સ ઇન ઇન્ડિયા ઇન માર્ચ 2018માં રિલીઝ થયેલા 25મા ઇસ્યુમાં આપવામાં આવેલી હાઇલાઇટ્સ પ્રમાણે માર્ચ 2017 સુધીમાં થર્મલ પાવર પ્લાન્ટમાં ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 71 છે, હાઇડ્રોમાં 11.81 ટકા તેમજ ન્યૂકિલિયરમાં 1.8 ટકા છે. ભારતમાં રાજસ્થામાં 14 ટકા એટલે કે સૌથી હાઇએસ્ટ (167.28 જીડબલ્યુ) સોલાર પાવર કેપેસિટી જોવા મળી છે જ્યારે 157.19 જીડબલ્યુ સાથે 13 ટકા ગુજરાતમાં છે. મહારાષ્ટ્રમાં 119.89 ટકા એટલે કે 119.89 જીડબલ્યુ કેપેસિટી જોવા મળી છે. રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ગુજરાતે બીજું સ્થાન જાળવી રાખ્યું છે.

  31મી ઓક્ટોબર સુધીમાં વિન્ડ પાવરમાં ભારતની કેપેસિટી જોઇએ તો 32715.37 મેગાવોટની છે. સોલાર પાવરમાં 14751.07 મેગાવોટ, સોલાર પાવર-રૂફટોપમાં 823.64 મેગાવોટ, બાયોમાસ પાવરમાં 8132.70 મેગાવોટ, વેસ્ટ ટુ પાવરમાં 114.08 મેગાવોટ તેમજ સ્મોલ હાઇડ્રોપાવરમાં 4399.35 મેગાવોટ સહિત કુલ 60985.21 મેગાવોટ છે. ભારત સરકારે 2022 સુધીમાં કુલ કેપેસિટી 175000.00 મેગાવોટની રાખી છે.

   કેન્દ્રના દાવા પ્રમાણે ગુજરાતમાં 2022 સુધીમાં 8020 મેગાવોટ સોલાર પાવર, 8800 મેગાવોટ વિન્ડ પાવર, 25 મેગાવોટ એસએચપી તેમજ 288 મેગાવોટ બાયોમાસ પાવરનો ટારગેટ રાખવામાં આવ્યો છે. અન્ય એક દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની વિન્ડ પાવર કેપેસિટી 31મી માર્ચ 2018 સુધીમાં 5702 મેગાવોટ છે જે તામિલનાડુની 8197 મેગાવોટ પછી બીજાક્રમે છે.

ત્રીજાસ્થાને 4784 મેગાવોટ સાથે મહારાષ્ટ્ર અને ચોથાક્રમે 4507 મેગાવોટ સાથે કર્ણાટકા આવે છે, જ્યારે રાજસ્થાનની કેપેસિટી 4298 મેગાવોટ થવા જાય છે. સોલાર પાવરમાં રાજસ્થાન 2246.48 મેગાવોટ સાથે પ્રથમ છે જ્યારે ગુજરાતમાં 1291.18 મેગાવોટ છે. ભારતમાં સોલાર પાવરની કેપેસિટી 15604.76 મેગાવોટ થવા જાય છે.

(1:10 am IST)