ગુજરાત
News of Tuesday, 17th April 2018

ગુજરાત યુનિ,માં ટેન્ડરમાં કરોડોના તોડ કૌભાડના પર્દાફાશ બાદ ભાજપ-કોંગ્રેસ દ્વારા તપાસની માંગ

-NSUI એ ગુરુવારે વિદ્યાર્થી પંચાયત બોલાવી :વીસીને આપ્યું આવેદનપત્ર

 

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં  ટેન્ડરમાં કરોડોના તોડ કૌભાંડના પર્દાફાશ બાદ ભાજપ અને કોંગ્રેસના સભ્યે તપાસની માગ કરી છે કથિત કૌભાંડ મામલે વીસી હિમાંશુ પંડ્યાને NSUI દ્વારા આવેદન આપીને રિટાયર્ડ જજ મારફત સમગ્ર કૌભાંડની તપાસની માગ કરાઈ છે. ભાજપ વતી સેનેટ સભ્ય દેવદત્ત રાણાની વિજિલન્સ તપાસની માગ પછી કોંગ્રેસના સેનેટ સભ્ય રાહુલ પરીખ દ્વારા પણ તપાસની માગ કરાઈ છે.

   NSUI દ્વાર વીસી હિમાંશુ પંડ્યાને સરકારને ભલામણ કરીને રિટાયર્ડ જજની તપાસ કમિટી રચવા માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો બે દિવસમાં વીસી સરકારને નહિ ભલામણ કરે તો NSUI ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

   NSUI મુદ્દે 19 એપ્રિલના દિવસે યુનિવર્સિટીમાં બપોરે બે વાગે વિદ્યાર્થી પંચાયત પણ બોલાવી છે ગુરુવારે બપોરે બે વાગે યુનિવર્સિટી પ્રાંગણમાં સમગ્ર ટેન્ડરમાં કટકીના કૌભાંડ મામલે વિદ્યાર્થી પંચાયત NSUI કરશે.

(12:29 am IST)