ગુજરાત
News of Tuesday, 17th April 2018

કોંગ્રેસ દ્વારા વિવિધ ઝોનના ઇન્ચાર્જ નિમાયા :સૌરાષ્ટ્રમાં 9,મધ્ય ગુજરાતમાં 6 ,દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં 3 ઇન્ચાર્જની નિમણુંક

સૌરાષ્ટ્ર ઝોનમાં ચંદ્રિકાબેન ચુડાસમા, નૌશાદ સોલંકી, ડો. કીર્તિબેન અગ્રવાત, સોમાભાઈ પટેલ , માનસિંહ ડોડીયા, પાલભાઈ આંબલિયા, ભીખુભાઇ વરોતરિયા બ્રિજેશ મેરજા, ધરમ કાંબલિયાને સ્થાન

ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા વિવિધ ઝોનના ઇન્ચાર્જની નિમણુંક કરાઈ છે જેમાં ઉત્તર ગુજરાતમાં 3, મધ્ય ગુજરાતમાં 6 ઈન્ચાર્જ મુકવામાં આવ્યાં હતાં. દક્ષિણ ગુજરાતમાં 3 અને સૌરાષ્ટ્રમાં 9 ઇન્ચાર્જની નિમણૂંક કરાઈ ઉત્તર ગુજરાતમાં લાખાભાઈ ભરવાડ, અશ્વિન કોટવાલ અને માંગીલાલ પટેલ અને મધ્ય ગુજરાતમાં જીતુ પટેલ, રાજેદ્રસિંહ પટેલની નિમણૂંક  થઇ છે ઉપરાંત.

વિજ્ઞાત્રીબેન પટેલ, નટવરસિંહ મહિડા, ઇકબાલ શેખ અને હરેશ વસાવાને પણ મધ્ય ગુજરાતમાં ઇન્ચાર્જ બનાવાયાં છે. દક્ષિણ ગુજરાતમાં મહેન્દ્રસિંહ સુતરિયા, જીતુભાઇ ચૌધરી અને નીરવ નાયક, સૌરાષ્ટ્રમાં ની નિમણૂંક કરાઇ છે.

જયારે ડો. કીર્તિબેન અગ્રવાત, સોમાભાઈ પટેલને પણ સૌરાષ્ટ્રનાં ઈન્ચાર્જ બનાવાયાં છે. માનસિંહ ડોડીયા, પાલભાઈ આંબલિયા, ભીખુભાઇ વરોતરિયા, બ્રિજેશ મેરજા, ધરમ કાંબલિયાને પણ સૌરાષ્ટ્રમાં ઇન્ચાર્જ તરીકે સ્થાન અપાયું છે આ તમામ આગેવાનોને જિલ્લા પ્રમાણે કામગીરી સોંપાઈ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે હવે આગામી લોકસભાની ચૂંટણી 2019માં યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા પૂરજોશથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે કોંગ્રેસે પણ આગામી ચૂંટણીને લઇ પોતાની રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસે હવે આગામી ચૂંટણીને લઇ ગુજરાતમાં અલગ-અલગ ઝોન પ્રમાણે ઇન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે.

(11:53 pm IST)