News of Tuesday, 17th April 2018
દક્ષિણ ગુજરાતની 57 સ્કૂલોની ફીમાં મોટો ઘટાડો કરી દેવાયો :મોડીરાત્રે શિક્ષણાધિકારી દ્વારા પત્ર જાહેર
સુરત : દક્ષિણ ગુજરાતની 57 સ્કૂલોની ફી માં મોટો ઘટાડો કરી દેવાયો છે ફી રેગ્યુલેશન કમિટીના આ નિર્ણયને પગલે તોતિંગ ફી ઉપર કાતર મુકી દેવાઈ છે દક્ષિણ ગુજરાતની 57 સ્કૂલોમાં સુરતની 25, ભરૂચની 16, વલસાડની 7, તાપીની 4, નર્મદા જિલ્લાની 3 અને નવસારીની 2 સ્કૂલમાં ફીમાં ઘટાડો કરાયો છે
મોડી રાત્રે શિક્ષણ અધિકારી દ્વારા પત્ર જાહેર કરાયા બાદ ફીમાં ઘટાડો કરવાની જાહેરાત કરાઈ હતી ખાનગી શાળાના વાલીઓને આખરે ફીને લઈને રાહત મળી છે.આ નિર્ણયને પગલે સૌથી વધુ ફી ઘટાડો અલઠાણની બ્રોડ વે ઇન્ટરસ્કૂલની ફીમાં થયો છે. અહીં 1.83 લાખ રૂપિયાની ફી ઘટાડી દેવામાં આવી છે.
(12:52 am IST)