ગુજરાત
News of Tuesday, 17th April 2018

૧૫ દિવસમાં ઇમરજન્સીના ૧૦૦૦૦થી વધુ કોલ મળ્યા

અમદાવાદ શહેરમાં ઇમરજન્સીના સૌથી વધુ કેસોઃ સુરતમાં ૮૫૭ અને અમદાવાદમાં ૨૫૫૮ ઇમરજન્સી કેસો નોંધાયા : અમદાવાદમાં ૬૬ એમ્બ્યુલન્સ ગોઠવાઈ

અમદાવાદ, તા.૧૭: અમદાવાદ શહેરમાં વધતી ગરમી વચ્ચે ઇમરજન્સીના કેસોમાં પણ ચિંતાજનકરીતે વધારો થયો છે. છેલ્લા ૧૫ દિવસના ગાળામાં જ અમદાવાદ શહેરમાં સૌથી વધુ વધારો ઇમરજન્સીમાં નોંધાયો છે. અમદાવાદમાં ૨૫૪૮ જેટલા કોલ ઇમરજન્સીના નોંધાયા છે. બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા છે. છાંયડામાં લોકો આશ્રય લેવાની તક શોધી રહ્યા છે. ઇમરજન્સીના કેસોમાં ગરમી સંબંધિત કેસો વધ્યા છે. મળેલી માહિતી મુજબ પહેલી એપ્રિલથી ૧૫મી એપ્રિલ દરમિયાન ઇએમઆરઆઈ દ્વારા ૧૦૦૦૪ કેસો હાથ ધર્યા છે અને દરરોજ ૬૬૭ જેટલા કેસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં કુલ કેસો પૈકી ચોથા ભાગના કેસો નોંધાયા છે. એક તરફ રાજ્યના વાણિજ્ય પાટનગર તરીકે અમદાવાદમાં પીક કલાક દરમિયાન વધારે ગતિવિધિ જોવા મળે છે. આવા ગાળામાં તાપમાન પણ આસમાને હોય છે. અમદાવાદ શહેરમાં ૬૬ એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવી છે જેના લીધે અન્ય સીટીની સરખામણીમાં વધુ કેસ ઇએમઆઈઆર દ્વારા હાથ ધરી શકાયા છે. એપ્રિલ મહિનામાં નોંધપાત્ર આંકડો નોંધાયો છે.

(10:08 pm IST)