ગુજરાત
News of Tuesday, 17th April 2018

વિદ્યાનગર પોલીસે રાત્રીના સુમારે આણંદ તાલુકાના જોળ નજીક બાજરીના ખેતરમાંથી 52 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

વિદ્યાનગર:પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે આણંદ તાલુકાના જોળ નજીક આવેલા મઢુપુરા ગામની સીમમાં આવેલા એક બાજરીના ખેતરમાંથી ૫૨,૮૦૦નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે દારૂ ઉતારનાર શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અંગે વિદ્યાનગર પોલીસે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે

મળતી વિગતો અનુસાર ગઈકાલે પેટ્રોલીંગમાં નીકળેલી વિદ્યાનગર પોલીસને હકીકત મળી હતી કે, જોળની મઢુપુરા સીમમાં આવેલી નહેર પાસેના એક બાજરીના ખેતરમાં રાહુલભાઈ ઈશ્વરભાઈ પરમાર (રે. જોળ)નાએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે જેથી પોલીસ તુરંત ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસને આવેલી જોઈને રાહુલ ત્યાંથી ખેતરાળ માર્ગે ફરાર થઈ ગયો હતો

પોલીસે બાજરીના ખેતરમાં તપાસ કરતાં અંદરથી બ્લ્યુ સ્કાય ડ્રાય જીનની પેટી તેમજ રોક સ્ટાર વીસ્કીની ચાર પેટી મળીન ેકુલ ૧૧૦ બોટલો કે જેની કિંમત ૫૨૮૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ જપ્ત કરીને પ્રોબિહિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ કાર્યવાહી હાથ ઘરી હતી.

(4:34 pm IST)