ગુજરાત
News of Tuesday, 17th April 2018

કામરેજના કરજણમાં પ્રેમી સાથે સંબંધ રાખવાની ના કહેતા ત્રણ સંતાનની માટે મહિલાને માર માર્યો

કામરેજ:તાલુકાના કરજણ ગામે રહેતી મહિલાએ ફળિયામાં રહેતી ત્રણ સંતાનની માતાને ગામના યુવાન સાથે સંબંધ રાખવાની ના પાડતા યુવાને મહિલાને માર મારતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. મહિલાએ ફળિયાની મહિલા અને મારનાર યુવાન વિરૃદ્ધ એટ્રોસીટી  એક્ટ હેઠલ ફરિયાદ નોંધાવી છે. કરજણ ગામે નવા ફળિયામાં રેખાબેન પ્રવિણભાઇ રાઠોડ પતિ અને બે બાળકો સાથે રહે છે. તા. ૧૨-૪-૧૮ના રોજ રેખાબેન ઘરમાં કામ કરતી હતી ત્યારે ફળિયામાં રહેતી ત્રણ  સંતાનની માતા રેખાબેનના ઘરે ગઇ હતી. તે સમયે રેખાબેને મહિલાને કહ્યું કે, તું છનો ઉર્ફે કિરણ સાથે સંબંધ રાખવાના બંધ કર. તને ખબર છે કે તારા ત્રણ છોકરા છે. કોઇક દિવસ તારા વિશે લોકોને  ખબર પડશે તો તારી બદનામી  થશે.  જે સાંભળી મહિલા રેખાબેનના ઘરમાંથી નીકળી જતી રહી હતી. બાદમાં મહિલા થોડીવાર પછી રેખાબેન પાસે જઇ તારા મમ્મી પપ્પા તારા ઘરે આવેલા છે તેમ કહી સાથે લઇ ગઇ હતી. રેખાબેનના ઘરે કોઇ ન હતું પરંતુ થોડીવારમાં કિરણ મોહનભાઇ પટેલ ત્યાં પહોંચી જઇ એકદમ ઉશ્કેરાઇ જઇ તું કેમ લોકોને અમારા સંબંધો વિશે વાત કરીને બદનામ કરે છે તેમ કહીને રેખાબેનને પેટમાં મારી જમીન પર પાડી દઇ લાકડીના સપાટા માર્યા હતા

(4:31 pm IST)