ગુજરાત
News of Tuesday, 17th April 2018

આણંદની સબજેલમાં અચાનક 40 કેદીઓની હાલત લથડી પડતા અફડાતફડી

આણંદ:પંથકમાં આવેલ સબ જેલમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જેમાં કાચા કામના કેદીઓમાંથી ૪૦ કેદીઓને ઝાડા-ઉલ્ટી થતા કાફલો દોડતો થયો હતો. આ ઘટનામાં કેદીઓની સંખ્યામાં વધારો થવાથી અને ગરમીના કારણે સફોકેશનથી આ માહોલ સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આણંદમાં આવેલ સબ જેલમાં ગઈ કાલે મોડી સાંજે જેલર અને મામલતદારનો કાફલો દોડતો થયો હતો. આ જેમાં રહેતા કેદીઓમાંથી ૪૦ કેદીઓની અચાનક તબિયત લથડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કેદીઓને બપોરનું ભોેજન આપ્યા બાદ કેટલાકને ઉલ્ટી તથા કેટલાકને ઝાડાની સમસ્યા શરુ થઈ હતી.જેથી જેલરે તુરંત જ મામલતદાર અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને જાણ કરી હતી.જેમાં આ તમામ ૪૦ કાચાકામના કેદીઓને તુરંત જ આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨ વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તબીબે તેઓને બોટલો ચઢાવી સારવાર શરુ કરી હતી.જ્યારે બીજા ૯ વ્યક્તિઓને ડિહાઈડ્રેશન થતા તેઓને ઈન્જેક્શન અને દવા આપી સારવાર શરુ કરવામાં આવી હતી.મોડી સાંજ સુધી બીજા કેદીઓની તબિયતમાં સુધારો આવતા પરત જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે બીજાને સારવાર માટે રાખવામાં આવ્યા હતા

(4:30 pm IST)