ગુજરાત
News of Tuesday, 17th April 2018

હવે વાહનમાં હાઈ સિકયુરિટી નંબર પ્લેટ કંપનીઓમાંથી લગાવીને આવશેઃ જાન્યુઆરીથી આવા જ વાહન વેચાશે

ડિલર્સો પાસે હાઈ સિકયોરિટી નંબર પ્લેટ વગરના જુના વાહનોનોએ સ્ટોક હશે તો કંપની પ્લેટ ઉપલબ્ધ કરાવશે

રાજકોટ, તા.૧૭ : આગામી વર્ષર્થી વાહનમાં હાઈ સિકયુરિટી નંબર પ્લેટ વાહન કંપનીઓમાંથી જ લગાવીને આવશે. તેના માટે આરટીઓના ચક્કર કાપવામાંથી મુકિત મળશે. આ માટે સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમો ઉપરાંત ૨૦૧૧ના સિકયોરિટી નંબર પ્લેટના આદેશમાં સંશોધન કરવા જઈ રહી છે.

આ સબંધે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા મુસદ્દો જાહેર કરાયો છે. જે મુજબ એક જાન્યુઆરી-૨૦૧૯માં ગ્રાહકોને વેંચતા તમામ મોટર વાહનોની સિકયોરિટી નંબર પ્લેટ ઉત્પાદકોને ત્યાંથી લગાવશે. જે ડિલર્સો હાઈ સિકયોરિટી નંબર પ્લેટ વગરના વાહનોનો જૂનો સ્ટોક હશે. તેને વાહન ઉત્પાદકો દ્વારા સિકયોરિટી પ્લેટ અપાશે અને તે પણ જાન્યુઆરી-૨૦૧૯માં વાહનોની સિકયોરિટી નંબર લગાવીને જ વેચી શકશે.

આ નિર્ણયથી સિકયોરિટી નંબર પ્લેટની વ્યવસ્થા સમગ્ર દેશમાં લાગુ થશે. હાલમાં ઉત્તર પ્રદેશ સહીત કેટલાક રાજયોમાં સિકયોરિટી નંબર પ્લેટની વ્યવસ્થા લાગુ નથી. જયારે દિલ્હીમાં આ વ્યવસ્થા લાગુ થઇ ચુકી છે.

વાહનમાં સિકયોરિટી નંબર પ્લેટની જાહેરાત કેન્દ્ર સરકારે ૨૦૦૧માં કરી હતી. તેમાં રાજયોને પોત પોતાના ધારાધોરણો માટે કહેવયું હતું. પરંતુ કેટલાય રાજયોમાં આ મુદ્દે વિવાદ બહાર આવતા ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટે તમામ રાજયોમાં હાઈ સિકયોરિટી નંબર પ્લેટ લગાવવા માટે એક એજન્સી નિયુકત કરવા આદેશ આપ્યો હતો. (૨૪.૬)

(4:07 pm IST)