ગુજરાત
News of Tuesday, 17th April 2018

સેમકો સિકયુરીટીઝ દ્વારા ટ્રેડીંગ અને રોકાણ સરળ બનાવવા માટે સ્ટોકનોટ એપ રજૂ

 અમદાવાદ, તા. ૧૭ : ભારતમાં અગ્રણી ડિસ્કાઉન્ટ - બ્રોકીંગ સ્ટાર્ટઅપ સેમકો સિકયુરીટીઝે સ્ટોકનોર એપ રજૂ કરી છે. આ અનોખી નેવિગેટ કરવામાં આ જ્ઞાન કન્ટેન્ટ સ્ટ્રીમીંગ અને ટ્રેડીંગ મંચ ભારતભરના શહેરો અને ક્ષેત્રો વિશે સમાચારો અને માહિતી એકત્રિત કરે છે અને પૂરી પાડે છે. સ્ટોકનોટ પ્રોપ્રાઈટરો ગીગા ટ્રેડીંગ એન્જીન દ્વારા પાવર્ડ છે. જે શકિતશાળી કોમ્પયુટરીંગ અને એનલાઈટીકલ ટેકનોલોજીને જોડે છે ને શેરબજારમાં મહત્વપૂર્ણ વાસ્તવિકતાઓ પ્રવાહો અને શૈલીઓને ઓળખે છે અને તેમને આસાન ફિલ્ટર્ડ સ્ટોકનોટ ફીડ સ્ટોરીઝ તરીકે પ્રસ્તુત કરે છે.

સ્ટોકનોટ ગ્રાહકલક્ષી હોય અને ઉપભોકતાઓના હિતમાં હોય તેવી કન્ટેન્ટ વોચ લિસ્ટ અને પોર્ટફોલીયો નિર્માણ અને સંકલન કરે છે. એન્જીન નવાગંતુકો અને વ્યાવસાયિકો માટે પણ જટીલ નિર્ણય લેવાની પ્રક્રિયા આસાન બનાવે તે રીતે તૈયાર કરવામાં આવ્યુ છે.(૩૭.૧૧)

(4:06 pm IST)