ગુજરાત
News of Tuesday, 17th April 2018

બીજી પત્નીની હત્યા બાદ લાશના ટુકડા કરી નિકાલ કરવા જતાં પતિ ઝડપાયો

પ્રથમ પત્ની અને બીજી પત્ની વચ્ચે ઝઘડા શરૂ થતાં

સુરત, તા.૧૭ : સુરતમાં કાળજું કંપાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. અહીંના મુસ્લિમ યુવકે કોલગર્લ પ્રેમિકાની ક્રૂર હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાંઙ્ગ ભારે ચકચાર મચી ગઇ છે.

મુસ્લિમ યુવકે આ કોલગર્લની લાશના ટૂકડા કરી નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘટના પર પડદો પડે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આ હિચકારી ઘટના છે સુરતના લાલગેટ વિસ્તારની જયાં પારસી શેરીમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતા યુવકે પોતાની જ કોલગર્લ પ્રેમિકાની હત્યા કરી શરીરના અલગ અલગ ટુકડા કરી નાશ કરવાનો પ્રયાસ કર્યો છે.

સુરતના કાસ્કીવાડ વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતાઙ્ગ શાહનવાઝ ઉર્ફે શાનું આલમ શેખનો સંપર્ક અઢી વર્ષ પહેલા ઉલેફા નામની કોલગર્લ સાથે થયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર મૂળ ઔરંગાબાદની વતની અને હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી ઉલેફા મજુરાગેટ વિસ્તારમાં દેહ-વેપારનો ધંધો કરતી હતી. જયાં આશરે અઢી વર્ષ અગાઉ તેનો સંપર્ક શાહનવાઝ ઉર્ફે શાનું આલમશેખ જોડે થયો હતો. બાદમાં તેમની આ મુલાકાત પ્રેમ – સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. બાદમાં શાહનવાઝ અને ઉલેફા સાથે રહેવા લાગ્યા હતા. જેની જાણ શાનુની પ્રથમ પત્નીને જાણ થતા વારંવાર ઝદ્યડા થતા હતા. આ દરમિયાન કોલગર્લ દ્વારા રૂપિયાની માંગણી શરૂ કરવામાં આવી હતી. જેથી યુવકે તેની હત્યા કરવાનુ નક્કી કર્યુ હતુ.

શનિવારે શાહનવાઝે ઉલેફાને કાસ્કીવાડ નજીક આવેલ પોતાના અન્ય ફ્લેટ પર બોલાવી હતી. અહીં આવેલ અરિહંત એપાર્ટમેન્ટના ત્રીજા માળે ઉલેફા પોતાની દીકરીને મૂકી શાહનવાઝ પાસે આવી હતી. જયાં બને વચ્ચે ભારે રકઝક થઇ હતી. બાદમાં શાનુએ ઉલેફાની ગળુ દબાવીને હત્યા કરી હતી.

હત્યા બાદ લાશનો નિકાલ કરવા તેણે યુવતીના શરીરના ટુકડા કર્યા હતા. બાદમાં શરીરના અલગ અલગ ભાગોનો નિકાલ કરવા પ્રથમ તો પોતાના શાળાની મોપેડ પર ઉધના સ્થિત ભાથેના ખાડી ગયો હતો. ત્યાં જઇને તેણે કોથળામાં રહેલ હાથ સહિત પગના ટૂકડા ખાડીના પાણીમાં ફેંકી દીધા હતા.

જો કે ત્યાંથી પરત ફરતી વેળા ઉધના પોલીસના વાહન ચેકીંગ દરમ્યાન તેને રોકયો હતો. ઉધના પોલીસને શંકા જતા તેની પૂછપરછ શરૂ કરતા શાનુએ કોલગર્લની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

હત્યા બાદ લાશના ટૂકડા અને નિકાલની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ફ્લેટમાં તપાસ કરતા યુવતીનું માથું, ધડ સહિતના અન્ય અવયવો વિક્ષિપ્ત હાલતમાં મળતા પોલીસના પણ હોશ ઉડી ગયા.

પોલીસની વધુ પુછપરછમાં હત્યારા પ્રેમીએ અન્ય એક શરીરનો અંગ ઓએનજીસી બ્રિજના દરિયામાં નાખ્યો હોવાની કબૂલાત કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉલેફાની હત્યા બાદ શરીરના સાત ટુકડા કરી નાખ્યા હતા.બીજી તરફ આ પ્રકારે હત્યા કરવાનો વિચાર ખાનગી ટીવી ચેનલ પર આવતા ક્રાઈમ શો પરથી આવ્યો હોવાની હકીકત પણ આરોપીએ પોલીસને જણાવી છે.(૨૩.૧૧)

(5:10 pm IST)