ગુજરાત
News of Monday, 16th April 2018

સુરત :બાળકીની હત્યા -રેપના વિરોધમાં કોંગ્રેસની મૌન રેલી :કલેક્ટરને આવેદન પાઠવ્યું

સુરત :પાંડેસરા વિસ્તારમાંથી મળેલી બાળકીની હત્યા અને રેપ કરાયેલા મૃતદેહમાં હવે રાજકીય પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ કોંગ્રેસ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામથી લઈને કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા બાદમાં ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(9:06 pm IST)