ગુજરાત
News of Monday, 16th April 2018

સુરત:બાળકીના દુષ્કર્મ હત્યા મામલે પોલીસનું કોમ્બિંગ :100થી વધુ જવાનો આસપાસના વિસ્તારોમાં ઘૂમી વળ્યાં

બાળકીની માહિતી આપનારને 2 હજારનું ઇનામ અને બાળકીની ઓળખ માટે 1200થયુ વધુ પોસ્ટરો લગાવાયા

સુરત :પાંડસેરા વિસ્તારમાં મૃત હાલતમાં મળી આવેલી બાળકીના મામલામાં હજુ સુધી પોલીસ બાળકીની ઓળખ અને ઓરાપીઓ સુધી પહોંચી શકી નથી. જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે  પોલીસ એક્શનમાં આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, બાળકી બહારની હોવાનું અનુમાન છે. બાળકીની ઓળખ માટે 1200થી વધુ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અને પોલીસ દ્વારા બાળકી અંગે માહિતી આપનારને 20 હજારના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે પોલીસની 100થી વધુ જવાનોની ટીમોએ આસપાસના વિસ્તારમાં ઘૂમી વળી હતી અને બાળકીના ફોટા બતાવી ઓળખ મેળવવા કવાયત હાથ ધરી હતી
   બાળકીની  ઓળખ માટે તેની તસવીર અને લખાણ સાથે 100થી વધુ પોલીસ જવાનનો કાફલો પાંડેસરા, સચિન, સચિન જીઆઇડીસી, વદોડ ગામ, વિસ્તારોમાં ઘર ઘર કોમ્બિનગ શરૂ કર્યું  હતું જેમાં  એક એક વ્યક્તિને બાળકી અંગે પુછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ બાળકીને કોઈએ કોઈની સાથે જોઈ હતી કે કેમ તે અંગે બાળકોથી માંડિને ગૃહિણી વૃધ્ધોને પુછવામાં આવી રહ્યું છે.

(9:02 pm IST)