છત્રાલ હાઇવે પર પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એકની ધરપકડ કરી
કલોલ: છત્રાલ હાઈવે પરથી વિદેશી દારૃનો જથ્થો ભરેલી કાર પસાર થવાની હોવાથી બાતમીના આધારે કલોલ તાલુકા પોલીસે વોચ ગોઠવી વિદેશી દારૃની ૭૯૫ પેટી સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી હતી. પોલીસે સ્થળ પરથી ૪૪.૪૬ લાખના મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ શરૃ કરી છે. જિલ્લામાં વિદેશી દારૃની પ્રવૃતિ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર કલોલ તાલુકા પીઆઈ નીરજ પટેલના માર્ગદર્શન હેઠળ તેમના સર્વેલન્સ સ્ટાફના પીએસઆ એમ.એચ.દેસાઈ, એએસઆઈ ધવલભાઈ, હે.કો. વિપુલભાઈ તથા કો.વિજયસિંહ, ગીરીરાજસિંહ, બાબરભાઈ અને એલઆર સુરેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મહેસાણા-છત્રાલ હાઈવે પરથી રાજસ્થાનની ટ્રક વિદેશી દારૃનો જથ્થો લઈ પસાર થવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક નં.આરજે-૦૭-૧જી-ર૧૭૭ પસાર થતાં પોલીસે તેને ઉભી રખાવવા ઈશારો કર્યો હતો. જો કે ટ્રક ચાલકે પોલીસની ટીમને જોઈને ટ્રક હંકારી મુકી હતી. જેથી પોલીસે પણ ટ્રકનો પીછો કરી છત્રાલમાં આવેલી શિલ્પા ચોકડી પાસેથી ટ્રક પકડી પાડી હતી અને ટ્રક ચાલક મદનરામ દયારામ જાટની ધરપકડ કરી લીધી હતી. તેની અંગજડતીમાં રોકડ રપ૦૦ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ટ્રકમાંથી વિદેશી દારૃની નાની મોટી કુલ ૧૪૭૬૦ બોટલો કિં.રૃા.૩૮,૪૨,૪૦૦નો જથ્થો મળી આવ્યો હતો.