ગુજરાત
News of Monday, 16th April 2018

વડોદરાના ઘાટલોડિયામાં પાણી ભરતી વેળાએ કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત

વડોદરા:શહેરના વાઘોડિયા રોડ પર આવેલ પારૃલ સોસાયટીમાં આજે બપોરે કૂલરમાં પાણી ભરી રહેલા એન્જિનિયરિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીને કરંટ લાગતા મોત થયું હતું. મૃતક વિદ્યાર્થી મૂળ ભરૃચનો રહેવાસી છે અને તે પોતાના ટ્વિન્સ ભાઇ અન્ય વિદ્યાર્થીઓ સાથે વાઘોડિયા રોડ પર એક મકાન રાખી રહેતો હતો અને બન્ને ભાઇઓ વડોદરાની ખાનગી કોલેજમાં અભ્યાસ કરતા હતા.

ભરૃચમાં રહેતા ગુજરાત સરકારના નિવૃત એન્જિનિયર કિરણસિંહ પરમારના ટ્વિન્સ પુત્રો અનિરૃદ્ધસિંહ અને અનંતસિંહ (ઉ.૨૧) વડોદરા નજીક કોટંબી ખાતે આવેલી ખાનગી હોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોવાથી આ બન્ને અન્ય ૩ વિદ્યાર્થીઓ સાથે વાઘોડિયા રોડ પર આવેલી પારૃલ સોસાયટીમાં બે રૃમ રસોડાનું મકાન રાખીને રહેતા હતા.
આ દરમિયાન અનંતસિંહ તથા અન્ય વિદ્યાર્થીઓ અંદરના રૃમમાં આરામ કરી રહ્યા હતા દરમિયાન અનંત રૃમની બહાર આવ્યો તો બહારના રૃમમાં અનિરૃધ્ધસિંહનું અડધુ શરીર કૂલરમાં ઝુકેલુ હતુ તપાસ કરતા અનિરૃધ્ધ બેભાન હતો તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા એસએસજીમાં લાવવામાં આવ્યો હતો જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

 

(8:01 pm IST)