ગુજરાત
News of Tuesday, 17th April 2018

બનાસકાંઠાના મલસાણ ગામના પુર્વ દલીત મહિલા સરપંચના નામ સાથે ચેડાઃ પોલીસ તપાસનો ધમધમાટ

અમદાવાદઃ બનાસકાંઠા જીલ્‍લાના મલસાણ ગામના પુર્વ દલીત મહિલા સરપંચની નેઇમ પ્‍લેટમાં ચેડા કરાતા ભારે ચર્ચા જાગી છે. પોલીસે આ પ્રકરણમાં આરોપીઓને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.

ગામમાં રહેતા એક શખ્સે કહ્યું કે શુક્રવારે રાત્રે ગામની પ્રાથમિક શાળાનો ગેટ ખંડિત હાલતમાં મળી આવ્યો હતો.

નામ આપવાની શરતે એક ગ્રામજને કહ્યું કેપૂર્વ મહિલા દલિત સરપચ ગોમતી વેણની નેમ પ્લેટ લગાવવા મામલે સ્થાનિક દલિતો અને ચૌધરી કોમ્યુનિટિ વચ્ચે ટકરાવ થયો હતો, તેઓ દિલત મહિલા સરપંચનું નામ હટાવવા માગતા હતા.” ગોમતી વેણને જ્યારે મામલે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમના પતિ જગશી વેણે ફોન ઉઠાવ્યો હતો અને મામલે કોઇપણ ચર્ચા કરવાની ના પાડી દીધી હતી. જગશી વેણે કહ્યું કે, “ગામમાં દલિત સમાજના 80 પરિવાર છે જ્યારે ચૌધરી સમાજના 300થી વધુ પરિવાર રહે છે. જેથી અમે તેમની વિરોધમાં બોલીએ તો તે અમારા બાળકો માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.”

સ્થાનિક એક્ટિવિસ્ટ બાબુ ભાટિયાએ કહ્યું કે, “પાંચ વર્ષ સુધી વેણ સરપંચ હતાં અને પાંચ વર્ષ બાદ ચૌધરી સમાજની મહિલા દ્વારા તેમને રિપ્લેસ કરવામાં આવ્યાં હતાં, જો કે ગામનો આખો વ્યવહાર સરપંચ તરીકે તેમના પતિ વનાભાઇ ચૌધરી સંભાળી રહ્યા છે. ઘટના બાદ સ્કૂલના પ્રિન્સિપાલે પોલીસનો સંપર્ક સાધ્યો અને મામલે તપાસ હાથ ધરવાની માગણી કરી છે.” પોલીસ ઇન્સ્પેક્ટર હરેન્દ્રસિંહ ભાટીએ ઘટના બની હોવાનું કન્ફર્મ કર્યું અને ટેક્નિકલ કારણ જણાવી કેસમાં તપાસ શરૂ નથી થઇ હોવાનું જણાવ્યું.

(7:44 pm IST)