ગુજરાત
News of Monday, 16th April 2018

અમદાવાદમાં એમ્બ્યુલન્સમાંથી 1650 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

એમ્બ્યુલન્સમાંથી ઉતારી રિક્ષામાં ભરાતો હતો ત્યાં જ રામોલ પોલીસે ઝડપી લીધો

અમદાવાદ :શહેરમાંથી રામોલ પોલીસે એમ્બ્યુલન્સમાંથી 1650 બોટલ વિદેશી દારૂ ઝડપાયો છે
   અમ્લતી વિહત મુજબ રામોલ પોલીસ મથકની હડમાં આવેલા મહાદેવ એસ્ટેટ નજીક એમ્બ્યુલન્સમાંથી દારૂ ઉતારી રિક્ષામાં દારૂ ભરવામાં આવી રહ્યો હતો.જેની બાતમી મળતા રામોલ પોલીસ ઘટના સ્થળ પર પહોચતા એમ્બ્યુલન્સ  ચાલક ફરાર થઈ ગયો અને રીક્ષા ચાલક ખેમરાજને દબોચી લેવાયો હતો   
     પોલીસે એમ્બ્યુલન્સ અને રીક્ષા દારૂના જથ્થા સાથે પોલીસ મથક લાવી તપાસ કરતા વિદેશી દારૂની 1650 બોટલ હતી જે એમ્બ્યુલન્સમાં દારૂ લાવવામાં આવ્યો હતો. તે એમ્બ્યુલન્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોઈ છે જે કોની છે તેને લઈને તપાસ શરૂ કરી છે.
   એમ્બ્યુલન્સમાં દર્દીને લઈને દાહોદ લઈ જવામાં આવ્યો હતો.ત્યાંથી ખાલી એમ્બ્યુલન્સ પરત લઈને આવતો હતો. ત્યારે દારૂનો જથ્થો ભર્યો હોવાની પોલીસને શંકા છે રીક્ષા ચાલકની પૂછપરછ શરૂ કરી છે કે દારૂની જથ્થો કોને આપવાનો હતો તો એમ્બ્યુલન્સ ચાલક દિપક રાઠોડની શોધખોળ શરૂ કરી છે.
ત્યારે દારૂનો જથ્થો ભર્યો હોવાની પોલીસને શંકા છે તો રીક્ષા ચાલકની પૂછપરછ શરૂ કરી છે. દારૂની જથ્થો કોને આપવાનો હતો તો એમ્બ્યુલન્સ ચાલક દિપક રાઠોડની શોધખોળ શરૂ કરી છે.

 

(11:23 pm IST)