ગુજરાત
News of Sunday, 17th March 2019

અંકલેશ્વર પાસેથી કેમિકલ ભરેલો ટેમ્પો ઝડપાયો

અંકલેશ્વર  :  ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર શહેર પોલીસ  સ્ટેશન વિસ્તારમાં પેેટ્રોલીંગમા હતી. આ દરમિયાન રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ નજીકની હોટલ સિલ્વર સેવન પાસે એક ટેમ્પો રસ્તાની બાજુમાં પાર્ક કરેલો મળ્યો હતો. જેમા તપાસ કરતા પોલીસને ટેમ્પામા ૩પ જેટલા કેમીકલ ભરેલા બેરલો મળી આવ્યા હતા.

આ અંગે વધુ તપાસમા ટેમ્પા ચાલક ગોવુભા પુનાભા પાસે પોલીસે કેમિલકના જરૂરી દસ્તાવેજી પુરાવા માગતા તેણે યોગ્ય જવાબ આપેલ ન હતો.  સઘન પુછતાછમા  ચાલકે ટેમ્પો પોતાનો હોવાનું અને બેરલમા ભરેલ કેમિકલ નાઇટ્રોજન બેન્ઝીન હોવાનુ અને આ કેમિકલ સચીન જી.આઇ.ડી.સીની પ્રભાવ ઇન્ડસ્ટ્રીઝમાંથી ભર્યુ હોવાનુ અને અમદાવાદના સાણંદ  ગામે લઇ જવાનુ જણાવેલ હતુ. પોલીસે રૂ. ૬,૭૦, ૩પ૦ નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:56 am IST)