વડોદરા:પશ્ચિમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના ટોયલેટમાં શોર્ટસર્કીટ : ઈટોલામાં રીપેરીંગ કરી ટ્રેન રવાના કરાઈ
વડોદરા સ્ટેશન છોડ્યા બાદ કાશીપુરા અને ઇટોલા સેક્શન વચ્ચે ઘટના:ટ્રેન પોણો કલાક મોડી
વડોદરાઃ પશ્ચિમ સુપરફાસ્ટ એક્સપ્રેસના જનરલ કોચમાં શોર્ટ સર્કિટથી અફરાતફરી મચી હતી અમૃતસર જઈ રહેલી ટ્રેનના એક જનરલ કોચના ટોઇલેટમાં વડોદરા રેલવે સ્ટેશન છોડ્યાની થોડી વારમાં જ શોર્ટ સર્કિટ થયું હતું.અધિકારીઓના જણાવ્યાનુસાર, જનરલ કોચના ટોઇલેટમાં શોર્ટ સર્કિટથી સામાન્ય આગ પણ લાગી હતી ડિવિઝનના કાશીપુરા અને ઇટોલા સેક્શન વચ્ચે આ ઘટના બની હતી.
સાંજે સાત વાગ્યાની આસપાસ ટ્રેનમાં શોર્ટસર્કિટની જાણ થતાં જ તેને ઇટોલાની લૂપ લાઇનમાં લઈ લેવાઈ હતી. જોકે સમારકામ બાદ લગભગ 7.57 વાગ્યે ટ્રેનને રવાના કરાઈ હતી, જેને લીધે તે તેના નિયત સમયથી પોણો કલાક મોડી દોડી રહી હતી.ઇટોલામાં તેનું રિપેરિંગ કરવામાં આવ્યા બાદ ટ્રેનને રવાના કરી દેવાઈ હતી.
વડોદરા રેલવે ડિવિઝનના અધિકારીઓના જણાવ્યા મુજબ શોર્ટસર્કિટથી ટ્રેનમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ઉપરાંત તેને લીધે બીજી ટ્રેનોના વ્યવહારને પણ અસર થઈ નહોતી.
પશ્ચિમ એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેન છે અને તે મુંબઈના બ્રાન્દ્રાથી વડોદરા થઈને અમૃતસર સુધી દોડે છે