ગુજરાત
News of Wednesday, 17th February 2021

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખાડિયા ભાજપના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા: ઉમેદવારોની લીધી મુલાકાત

તેમના આગમનને લઈ તમામ તૈયારીઓ કરી દેવાઈ હતી સારો પ્રતિસાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તમામ પાર્ટીના ઉમેદાવારો મતદાતાઓને રિઝવવા માટે કામે લાગી ગયા છે. ત્યારે ભાજપના ગઢ ગણાતા એવા ખાડિયા વિસ્તારમાં રાજયના ગૃહ પ્રધાન પ્રદિપ સિંહ જાડેજા ભાજપ ના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા અને ભાજપના તમામ ઉમેદવારોને મળ્યા હતા.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરી ગઈ છે. તમામ પાર્ટીઓ દ્વારા અવનવા પેંતરા સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મતદાતાઓને કઈ રીતે પોતાની તરફ આકર્ષવા તે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ખાડિયામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા હતા. તેમના આગમનને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી અને પ્રજા દ્વારા સારો એવો પ્રતિસાદ પણ આપવામાં આવ્યો છે. પ્રદીપસિંહ જાડેજા ખાડિયા ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર આવી ઉમેદવારને મળ્યા હતા.

(12:38 am IST)