રાજપીપળા નગરપાલિકામાં ઉમેદવારો ફાઇનલ થતા ભાજપે શહેર ભાજપ કાર્યાલય શરૂ કર્યું
(ભરત શાહ દ્વારા) રાજપીપલા : રાજપીપલા નગર પાલિકામાં 7 વોર્ડમાં 28 ઉમેદવારો વચ્ચે આ વખતે 115 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે પાલિકામાં 15 પ્લસ ઉમેદવારો જીતીને રાજપીપલા નગરપાલિકા પર સત્તા હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરી હોય ત્યારે પાલિકા વિસ્તારો માં બેનરો તોરણો લગાવી ભાજપે ચૂંટણી નો માહોલ બનાવી દીધો છે.અને રાજપીપલા કોર્ટ સંકુલ સામે ભાજપે કાર્યાલય ખુલ્લું મૂક્યું છે.
ભાજપ કાર્યાલય ખાતે સત્યનારાયણ ભગવાનની કથા કરી સ્વામિનારાયણ સંતો દ્વારા પૂજા કરવામાં આવી જેમાં સીધેશ્વર સ્વામીજીએ પૂજા કરી હતી,જેમની સાથે સાંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ સંદીપ દશાદી, કુલદીપસિંહ ગોહિલ, સહિતના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.