ગુજરાત
News of Wednesday, 17th February 2021

ભાજપ અને સંઘ સાથે સંકળાયેલાઓને ચુંટણી કામગીરીથી તાત્કાલિક દૂર કરવા કોંગ્રેસની માંગણી

18થી વધુ હોમગાર્ડ કમાન્ડન્ટ ભાજપ અથવા આર.એસ.એસ. સાથે સીધાં સંકળાયેલા હોવાના આક્ષેપ કરતી ફરિયાદ

અમદાવાદ :આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજયની એક પછી એક ચૂંટણી યોજાવાની છે. આ ચુંટણી તટસ્થપણે યોજાય તે હેતુસર રાજય ચુંટણી આયોગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાં સુધી કે બદલી કે બઢતી પણ કોઇ અધિકારીને તેમની મંજુરી વગર આપી શકાતી નથી. તેવા સમયે 18થી વધુ હોમગાર્ડ કમાન્ડન્ટ ભાજપ અથવા તો આર.એસ.એસ. સાથે સીધાં સંકળાયેલા હોવાના આક્ષેપ કરતી ફરિયાદ કોંગ્રેસ તરફથી રાજય ચુંટણી આયોગ સમક્ષ કરવામાં આવી છે. ચુંટણી શાંતિ અને સુલેહભર્યા વાતાવરણમાં યોજાય તે હેતુથી આ હોમગાર્ડ જવાનોને કામગીરીમાંથી દૂર કરવા માટે કોંગ્રેસે માંગણી કરી છે.

હોમગાર્ડઝ જવાનોના પોસ્ટલ બેલેટમાં ગેરરીતિ અટકાવવા, દબાણથી મતદાન સહિતના મુદ્દે રાજ્ય ચૂંટણી પંચને રજુઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 36 જેટલા શહેર – જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટમાંથી 18થી વધુ હોમગાર્ડઝ કમાન્ડન્ટ ભાજપ અને આર.એસ.એસ. સાથે સીધા સંકળાયેલા છે. રાજ્યમાં 40 હજાર કરતા વધુ હોમગાર્ડઝ જવાનો ચૂંટણી પ્રક્રિયાની ફરજમાં સંકળાયેલા હોય છે

આ હોમગાર્ડઝ જવાનો પોસ્ટલ બેલેટથી મતદાનમાં ભાગ લેતા હોય છે તેવા સમયે હોમગાર્ડઝ કમાન્ડન્ટ ચોક્કસ વિચારધારા સાથે ભાજપના પદાધિકારીની જેમ વર્તીને મતદાન તરફેણમાં કરવા વિવિધ પ્રકારના દબાણની અગાઉ પણ ફરીયાદો ચૂંટણી પંચને મળી ચુકી છે ત્યારે ભાજપ અને આર.એસ.એસ. સાથે આ હોમગાર્ડઝ કમાન્ડન્ટોની સીધા સંબંધોથી મતદાન પ્રક્રિયામાં મોટા પાયે અસર થશે. જેથી ગુજરાત ચૂંટણીપંચની બંધારણીય ફરજ બને છે કે, જે તે હોમગાર્ડઝ કમાન્ડન્ટને ચૂંટણી પ્રક્રિયાથી દુર કરીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયી રીતે યોજાઈ શકે

ભાજપ, આર.એસ.એસ. સાથે સીધા સંકળાયેલાઓને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે જવાબદારીથી ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક દખલગીરી થશે. જિલ્લા, મહાનગરપાલિકા વિસ્તારમાં હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે ચૂંટણી પ્રક્રિયામાં જવાબદારી સંભાળતા ભાજપ, આર.એસ.એસ.ના સભ્ય અથવા નજીકથી સંકળાયેલા હોય ત્યારે ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે પારદર્શક, દબાણ વિના, મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયિ થઈ શકે ? જેથી હોમગાર્ડ કમાન્ડન્ટને તાત્કાલિક ચુંટણી ફરજ પરથી મુક્ત કરવા માંગણી કરી છે.

નામ

હોદ્દો

શહેર

કયા હોદ્દા પર

અશોક પટેલ

જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ

અમદાવાદ શહેર ( પૂર્વ )

ઉપપ્રમુખ, અમદાવાદ ભાજપ

જબ્બરસીંઘ શેખાવત

જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ

અમદાવાદ શહેર (પશ્વિમ)

પૂર્વ જમાલપુર વિધાનસભા ઈન્ચાર્જ

રમેશ પંડયા

જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ

બનાસકાંઠા, પાલનપુર

ડીસા ધારાસભ્ય, શશીકાન્ત પંડયાના ભાઇ

એસ.એસ. નીલ

જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ

આણંદ

આર.એસ.એસ.ના સક્રિય પ્રચારક

સુરેશ સિકોતરા

જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ

પોરબંદર

ભાજપ

યોગેશ મહેતા

જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ

બોટાદ

બોટાદ નગરપાલિકા પ્રમુખના પતિ ( ભાજપ )

પી.બી. શિરોયા

જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ

સુરત ગ્રામ્ય

 ભાજપના પૂર્વ મેયરના પતિ ( ભાજપ

(10:58 pm IST)