ગુજરાત
News of Monday, 17th February 2020

અનામત આંદોલન દરમ્યાન ભાજપમાં ગયેલા પાટીદાર નેતાઓ બિનઅનામત વર્ગના સમર્થનમાં

LRD મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં ચિંતન બેઠક બોલાવી :રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને રાજપૂત સમાજ સહિતના આગેવાનો, મહિલા ઉમેદવારો હાજર

અમદાવાદ : આજે બિનઅનામત વર્ગના મહિલા ઉમેદવારોને થઈ રહેલા અન્યાય સામે જજુમી રહેલી LRD મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં ચિંતન બેઠક બોલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં બિનઅનામત વર્ગના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને રાજપૂત સમાજ સહિતના આગેવાનો, મહિલા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે અને ચિંતન કરી રહ્યા છે. જેમાં અનેક એવા નેતાઓ પોતાની જ સરકાર સામે બાંયો ચડાવનાર બિનઅનામત સમાજ સાથે ઉભા રહીને સમાજ પ્રત્યે વફાદારી બતાવી રહ્યા છે.

        ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સરકાર દ્વારા ઓબીસી અને એસસી એસટીના ઉમેદવારોએ કરેલા આંદોલન સામે પોતાના હથિયાર ફેંકીને ઠરાવ ફેરવવા માટેની જાહેરાત કરી છે. ત્યારે આ બિનઅનામત વર્ગની ચિંતન શિબિરમાં શુ ચર્ચાઓ થઈ અને આગળની રણનીતિ શુ હશે તેને લઈને ભાજપ સરકાર ફિક્સમાં મુકાઈ ગઈ છે. આ ચિંતન શિબિરમાં જોડાયેલા ભાજપના નેતાઓ પણ સરકારને વિચારતા કરી દીધા છે.

(12:03 am IST)