ગુજરાત
News of Sunday, 17th February 2019

જયંતિ ભાનુશાળી હત્યાના આરોપીની કબૂલાત : છબીલ પટેલે 30 લાખમાં આપી હતી સોપારી

અમદાવાદ :ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યા  મામલે પોલીસને મોટી સફળતા મળી છે, જયંતિ ભાનુશાળીની હત્યા કરનારા વધુ બે શાર્પશૂટરોની પોલીસે ધરપકડ કરી છે. બંને શાર્પશૂટરોએ હત્યા મુદ્દે કબુલાત કરતા, હત્યા કેસના કેટલાએ ભેદ બહાર આવ્યા છે. બંને સાર્પશૂટરોની CID ક્રાઇમે ધરપકડ કરી છે.

    જયંતી ભાનુશાળી કેસ મામલે સીઆઈડી ડીજી આશિષ ભાટીયાએ માહિતી આપતા કહ્યું કે, જયંતી ભાનુશાળી કેસમાં વધુ બે શાર્પ શૂટરોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેમાં શશિકાંત દાદા ઉર્ફે કાંબલે અને અશરફ અનવર શેખ નામના બે શાર્પ શૂટરોની ધરપકડ કરી લેવામાં આવી છે

 CID DG આશિષ ભાટીયાએ કેસ મુદ્દે સમગ્ર ખુલાસો કરતા કહ્યું કે, ઝડપાયેલા શાર્પશૂટરો પાસેથી કેસ મુદ્દે કેટલીએ મહત્વની માહિતી બહાર આવી છે. તેમણે કહ્યું કે, આરોપીઓની કબુલાત અનુસાર, છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે સોપારી આપી હતી, આની માટે 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.

 તેમણે કહ્યું કે, બે શાર્પશૂટર ઝડપાયા છે, જેમાં શશિકાંત સામે વિરુદ્ધ પુનામાં પણ 10થી 12 કેસ છે, આ તમામ કેસ મર્ડર અને મારામારીના છે. જ્યારે અશરફ અનવર શેખ ચોરી જેવા ગુનામાં સંડોવાયેલો હોવાની માહિતી સામે આવી છે

(11:52 pm IST)