ગુજરાત
News of Sunday, 17th February 2019

બોડેલી નજીક મેરીયા બ્રિજ પર ટ્રક ઝાડ સાથે અથડાતા શ્રમજીવીનું કરૂણમોત

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસેના મેરીયા બ્રિજ પર ટ્રક ઝાડ સાથે ભટકાતા શ્રમજીવીનું કરૂણ મોત નીપજ્યું હતું બનાવ ની જાણ પોલીસ ને થતા સ્ટાફ સાથે તુરત જ ઘટના સ્થળ પર પહોંચી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી છોટાઉદેપુર પર નજીકના બ્રિજ પર આજે સવારે એક ટ્રક ઝાડ સાથે ભટકાતા ટ્રકમાં બેઠેલા શ્રમજીવીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજયુ હતુ. અકસ્માતના બનેલા ઉપરોક્ત બનાવ અંગે નજીકના જબુગામ પોલીસ સ્ટેશન દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ભુતડીઝાંપા, હાથીખાના વિસ્તારમાં રહેતા અને વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામે ઇંટો બનાવવાનો ભઠ્ઠો ચલાવતા કલ્લુખાન સાદિકખાન પઠાણની એક ટ્રક નંબર GJ-16/ T- 7789માં આજે સવારે ઇંટો ભરીને ટ્રકનો ચાલક પંકજભાઈ ભીખાભાઈ પઢિયાર ગંભીરપુરાથી નીકળી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ એગ્રીકલ્ચર કોલેજમાં હોસ્ટેલનું કામકાજ ચાલતું હોય ત્યાં ઇંટો ખાલી કરવાની હોય ત્યાં જવા નીકળ્યો હતો.

ત્યારે બોડેલી થી જબુગામ તરફ જતા નજીકમાં આવતા મેરીયા બ્રિજ થી આગળ જતાં તેની આગળ ચાલતી ટ્રકના ચાલકે આકસ્મિક બ્રેક કરતાં પંકજભાઈ પઢીયારે પણ તેમની ટ્રકને બ્રેક મારી હતી. જેને લઇ તેઓએ તેમની ટ્રકના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક રોડની ખાલી સાઇડમાં ઉતરી જઇ એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ અકસ્માત સર્જાયો હતો.

(11:23 pm IST)