ગુજરાત
News of Sunday, 17th January 2021

પત્નીને કુહાડીના ઘા ઝીંકી ક્રૂર હત્યા બાદ વહેમી પતિએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો :નેત્રંગના અરેઠીમાં અરેરાટી

પતિ તેની પત્નીના અનૈતિક આડા સંબંધ હોવાનો વહેમ રાખી અવાર-નવાર તકરાર કરતો

ભરૂચ: જિલ્લાના નેત્રંગ તાલુકાના અરેઠી ગામમાં વહેમી પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી. ત્યારબાદ પતિએ પણ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતુ. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ પતિ તેની પત્નીના અનૈતિક આડા સંબંધ હોવાનો વહેમ રાખી અવાર-નવાર તકરાર કરતો હતો

ગામના લોકોને ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામવાસીઓએ ઇજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યારે પતિ ગણેશ વસાવાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણકારી પોલીસને મળત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

પતિ ગણેશ વસાવા પત્ની સાથે ભરૂચના નેત્રંગ તાલુકાના અરેઠી ગામે રહે છે. પતિ ગણેશ વસાવાએ પત્ની સુશીલાને રાત્રિના સમયે ઉઠાડી હતી. લોકો સાથે આડા સંબંધો કેમ રાખે છે તેમ કહી તકરાર કરી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં ઉશ્કેરાયેલા પતિ ગણેશે ઘરમાંથી કુહાડી લાવી પત્નીને માથાના અને શરીરના ભાગે હુમલો કરી ભાગી ગયો હતો.

બનાવની જાણ પાડોશીઓને થતા તેઓ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ગંભીરરીતે ઇજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ પત્ની પર હુમલો કરી ફરાર પતિએ ગામના જ મહુડાના ઝાડ પર ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ પોલીને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(9:24 pm IST)