ગુજરાત
News of Friday, 17th January 2020

લોકગાયક જીગ્નેશ કવિરાજના નામે બનાવટી ફેસબુક એકાઉન્ટ : કવિરાજે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ

મંજૂરી વગર તેનો ફોટો અને અલગ-અલગ સ્ટેટસ મૂકતો : નવા સોંગ માટે સારી હિરોઈન જોઈએ

અમદાવાદ :લોકો બેફામ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે આ સોશિયલ મીડિયા ક્યારે નુકસાન પહોંચાડી બેસે છે બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવીને અનેક લોકો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોય તેવી ફરિયાદો સાયબર ક્રાઇમમાં જોવા મળી છે લોકગાયક જીગ્નેશ કવિરાજની પણ આવો એક કડવો અનુભવ થયો છે

 જીગ્નેશ કવિરાજ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે કે નવેમ્બર મહિના પહેલાં કોઈપણ સમયે કોઈ અજાણી વ્યક્તિએ તેના નામનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. આ બનાવટી ફેસબુક એકાઉન્ટમાં તેની મંજૂરી વગર તેનો ફોટો મૂકીએ અને અલગ-અલગ સ્ટેટસ મૂકતો હતો. જેમ કે મારે નવા સોંગ માટે સારી હિરોઈન જોઈએ છે જેને પણ મારી સાથે હીરોઈન તરીકે કામ કરવું હોય તેમને એફબીમાં એસએમએસ કરે ને ફોટા મોકલો, તથા મારી જોડે કોને કામ કરવું છે જેને કરવું હોય તે મને એસએમએસ કરે.

   આ પ્રકારના સ્ટેટસ મૂકી આ અજાણ્યો શખસ જીગ્નેશ કવિરાજના નામે તેના ચાહકો અને સ્ત્રી મિત્રો સાથે મેસેન્જર પર વાતચીત કરતો હતો. જીગ્નેશ કવિરાજ અને તેના મિત્રો સર્કલ તરફથી આ બાબતની જાણ થતાં તેણે તરત જ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. આધારે સાયબર ક્રાઈમને ફરિયાદ નથી વધુ તપાસ શરૂ કરી છે

(10:44 pm IST)