ગુજરાત
News of Friday, 17th January 2020

બનાસકાંઠા જિલ્લામાં તીડનાં આક્રમણનો ભય:વાવના રાધાનેસડામાં તીડનાં ઝુંડ જોવાયા : ખેડૂતોમાં ફફડાટ

બે ચાર દિવસ પહેલા તીડનું ઝુંડ નડાબેટ વિસ્તારમાં જોવા મળ્યું હતુ.

બનાસકાંઠા જિલ્લામાં તીડનું આક્રમણ થવાનો ભય ફેલાયો છે બનાસકાંઠાના વાવના રાધાનેસડા ગામની સીમમાં તીડનું ઝુંડ જોવા મળ્યું હતુ. તીડના ઝુંડ દેખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.  

   અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં એક જ વર્ષમાં 4 વખત તીડનું આક્રમણ થયું છે. બે ચાર દિવસ પહેલા તીડનું ઝુંડ નડાબેટ વિસ્તારમાં જોવા મળ્યું હતુ. જો કે આ તીડ પાછા પાકિસ્તાન તરફ ફંટાયા હોવાની માહિતી મળી હતી. જો કે ફરી તીડ જોવા મળતા જગતનો તાત ચિંતિત બન્યો છે. ધરતીપુત્રના માથેથી ઘાત ટળતી ન હોય તેવું લાગી રહ્યું છે.

(9:27 pm IST)