ગુજરાત
News of Friday, 17th January 2020

૮.૪ મેગાવોટની વિન્ડમીલ

રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી માટે ઘોષણા

અમદાવાદ, તા.૧૭ : મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી માટે વિશેષ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવા વર્ષના બજેટમાં ૮.૪ મેગાવોટની વીન્ડમીલ કાર્યરત કરવામાં આવશે. જેમાં સોલાર રૃફ પ્લાન્ટ દ્વારા એક મેગાવોટ વીજળી અંતર્ગત પ્રથમ ફેઝમાં ૫૦૦ મેગાવોટ વીજળીનું ઉપ્તાદન કરવામાં આળશે. ખાસ કરીને મ્યુનિસિપલ બિલ્ડીંગ અને હોસ્પિટલ સંકુલોને સોલાર રૃફ પ્લાન્ટથી સજજ્ કરાશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ચાલુ વર્ષે ૧૨.૬ મેગાવોટની વીન્ડ મીલ કાર્યરત કરાઇ છે. જેમાં ૧૨.૬ મેગા વોટની વીન્ડમીલથી ચાલુ વર્ષે ૩.૩૩ કરોડ યુનિટ વીજળી જનરેટ કરવામાં આવી છે અને એકંદરે રૃ.ર૨.૭૫ કરોડની બચત કરવામાં આવી છે. રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી માટે અમ્યુકો દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ બજેટમાં પણ તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.

૨૦-૨૧માં શહેરમાં કુલ ૯૫૧૫૮ આવાસો બનાવાશે

*        કુલ ૫૫૯૩૩ આવાસો બનાવી પઝેશન લાભાર્થીઓને સોંપાયું

*        ચાલુ વર્ષે ૪૨,૩૪૧ આવાસો બનાવવાની કામગીરી પ્રગતિમાં

*        સને ૨૦૨૦-૨૧માં કુલ ૯૫૧૫૮ આવાસો બનાવવામાં આવશે

૨૦૨૨ સુધીમાં અમદાવાદને સીટી ઓફ ગાર્ડન્સ બનાવાશે

*        વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦૦ જેટલા અર્બન ફોરેસ્ટ બનાવાશે

*        તો, શહેરમાં ૧૬ નવા ગાર્ડન પણ બનાવવામાં આવશે

*        ૨૦૦ કરોડના ખર્ચે સૌપ્રથમવાર બે બાયોડાયવર્સિટી પાર્ક બનશે

*        દરેક વોર્ડમાં આઉટડોર જીમ સાથે એક મોડલ ગાર્ડન બનાવવાનું આયોજન

બે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનશે

*        સને ૨૦૨૦-૨૧માં કુલ ૨૦૦ કરોડના ખર્ચે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના બે સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે

*        શહેરના દરેક વોર્ડમાં એક સ્વીમીંગ પુલ બનાવાશે

*        દરેક વોર્ડમાં એક એસી જીમ્નેશીયમ હશે

*        દરેક વોર્ડમાં એક મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પણ બનાવાશે

*        ચાલુ વર્ષે શહેરમાં આઠ ટેનીસ કોર્ટ બનાવવાની કામગીરી પૂર્ણ

*        જયારે ૧૨ ટેનીસ કોર્ટનું કામ પ્રગતિમાં

*        ચાલુ વર્ષે થલતેજ, ગોતા, જોધપુર, સરખેજ(મકરબા), વસ્ત્રાલમાં સ્વીમીંગ પુલનું કામ પ્રગતિમાં

*        તો, થલતેજ, ગોતા, જોધપુર, સરખેજ(મકરબા)માં જીમ્નેશીયમનું કામ પ્રગતિમાં

૪૦૧ કરોડના ખર્ચે આઠ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટસ

*        ૩૦ કરોડના ખર્ચે દક્ષિણ પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં સુએઝ પમ્પીંગ સ્ટેશન

*        ૪૦૧.૨૧ કરોડના ખર્ચે શહેરમાં આઠ વધુ સુએઝ ટ્રીટેમેન્ટ પ્લાન્ટસ

*        ૧૬૮ કરોડના ખર્ચે જુદા જુદા ઝોનમાં ડ્રેનેજ નેટવર્કની કામગીરી

*        ૪૮ કરોડના ખર્ચે જુદા જુદા સ્ટોર્મ વોટર નેટવર્કની કામગીરી

*        ૧૦ કરોડના ખર્ચે જુદા જુદા ઝોનમાં સીસીટીવીથી ડિસીલ્ટીંગ કરવાની કામગીરી

*        ૭૧.૪૦ કરોડના ખર્ચે ટ્રેન્ચલેસ ટેકનોલોજીથી રીહેબીલીટેશન

(8:58 pm IST)