ગુજરાત
News of Thursday, 17th January 2019

હાર્દિક પંડ્યાના મહિલા વિશે વિવાદાસ્પદ નિવેદનનો વડોદરામાં વિરોધ :મહિલા સંગઠનોએ પૂતળા દહન કર્યું

હાર્દિક માફી નહીં માંગે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે

વડોદરા :કોફી વિથ કરનમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે તેનો ઘણો વિરોધ થઇ રહ્યો છે. આજે તેના વતન વડોદરાનાં કારેલીબાગમાં પણ મહિલા સંગઠન દ્વારા તેના પૂતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો છે.

   વડોદરાના મહિલા સંગઠન દ્વારા બીસીસીઆઇને પત્ર લખીને ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવે તેવો પત્ર લખ્યો છે. મહિલા સંગઠનનાં પ્રમુખ, શોભાબેન રાવલે વિરોધ નોંધાવતા કહ્યું છે કે, ' હાર્દિક માફી નહીં માંગે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.'

(11:19 pm IST)