ગુજરાત
News of Thursday, 17th January 2019

વાઈબ્રન્ટ માત્ર દેખાડા ખાતર બ્રાન્ડિંગ શો અને જાહેરાત માટેનું પ્લેટફોર્મ છે :અમિત ચાવડા

જેટલા એમઓયુ થયા છે. તેની 30 ટકા કંપનીઓ પહેલા બે વર્ષમાં જ ગાયબ થઈ જાય છે.

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે તે પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વાઈબ્રન્ટને નિશાને લીધી છે. તેમણે કહ્યું કે વાઈબ્રન્ટ માત્ર દેખાડા ખાતર બ્રાન્ડિંગ શો અને જાહેરાત માટેનું પ્લેટફોર્મ છે. વાઈબ્રન્ટ સમિટમાં અત્યાર સુધી જેટલા એમઓયુ થયા છે. તેની 30 ટકા કંપનીઓ પહેલા બે વર્ષમાં જ ગાયબ થઈ જાય છે

   . ચાવડાએ સવાલ કર્યો કે કરોડોના એમઓયુ થાય છે તો ગરીબી અને ગરીબોની સંખ્યાંમાં વધારો શા માટે થાય છે. જોકે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ વાઈબ્રન્ટના વિરોધમાં દુષ્પ્રચાર કરે છે. કોંગ્રેસે પણ સ્વીકાર્યું છે કે 70 ટકા એમઓયુ પર કામ થાય છે

(10:42 pm IST)