ગુજરાત
News of Thursday, 17th January 2019

ગળતેશ્વરના બળેવીયામાં વિદ્યાર્થિનીને ઉભી રાખી જાતીય સતામણી કરતા અરેરાટી

ગળતેશ્વર:તાલુકાના બળેવીયામાં શાળામાં જતી વિદ્યાર્થિનીને ઊભી રાખી જાતિય સતામણી કર્યાના બનાવે ભારે ચકચાર મચાવી છે. આ બનાવ અંગે યુવક અને તેના માતા પિતા સામે જાતિય સતામણીનો ગુનો નોંધવામાં આવ્યો છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ગળતેશ્વર તાલુકાના બળેવીયામાં રહેતી ૧૬ વર્ષના આશરાની સગીરા ગત તા.૫-૧-૧૯ની સવારે શાળામાં જતી હતી ત્યારે સચીન દિલીપભાઈ ભોઈના નામના યુવાને સગીરાને રસ્તામાં ઊભી રાખી મારી સાથે કેમ બોલતી નથી. મારી સાથે નહીં બોલે તો તને ઉઠાવી જઈશ તેંમજ જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી જાતીય સત્તામણી કરી હતી. 

આ બનાવ અંગે સગીરાની ફરિયાદ આધારે સેવાલીયા પોલીસે સચીન દિલીપભાઈ, સુધાબેન દિલીપભાઈ તેમજ દિલીપભાઈ મોહનભાઈ ભોઈ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:12 pm IST)