ગુજરાત
News of Thursday, 16th December 2021

સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્લોટમાં ઝાડ પરથી અજાણી મહિલાની ફાસો ખાધેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરના પાંડેસરા ડુંડી ગામ તરફ રસ્તાની બાજુમાં ઝાડી ઝાંખરાવાળા પ્લોટમાં ઝાડ પરથી અજાણી યુવાન મહિલાની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પરપ્રાંતીય લાગતી મહિલાની લાશ ચાર દિવસ જૂની હોય કહોવાઈ ગઈ હતી.

પોલીસ સૂત્રો તેમજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગતસાંજે પાંચ વાગ્યાના અરસામાં પાંડેસરા ડુંડીગામ તરફ રસ્તાની બાજુમાં ફોલોમી સિમેન્ટની સામે આવેલા ઝાડીઝાખરા વાળા પ્લોટમાં ખીદડીના ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં એક મહિલાની લાશ નજરે ચઢતા પશુપાલક લાલાભાઇ હિંદુભાઇ ભરવાડે પાંડેસરા પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા અંદાજીત 20 થી 25 વર્ષની અજાણી મહિલાના માથામાં સિંદૂર હતું અને તેણે કાનમાં સોનાની ધાતુ જેવી બુટ્ટી અને પગમાં ચાંદીની ધાતુ જેવા પાયલ અને હાથમાં ચાંદીની ધાતુ જેવું કડું પહેર્યું હતું.

 

(5:42 pm IST)