ગુજરાત
News of Monday, 16th December 2019

હવે આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી : અચોક્કસ મુદતની હડતાળ :જલદ આંદોલનની ચીમકી

રાજ્યકક્ષાએ રેલી, સામુહિક ધરણા અને દિલ્હી જંતર મંતર ખાતે એક દિવસીય ધરણા જેવા કાર્યક્રમો આપશે

 

અમદાવાદ : ગીર સોમનાથના આરોગ્ય કર્મચારીઓ આવતીકાલે કામકાજથી અળગા રહેશે. આરોગ્ય કર્મચારીઓની ૧૩ માંગણીઓને લઇને સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. તેવામાં આરોગ્ય કર્મચારીઓએ રણશિંગું ફુંક્યું છે.

  રાજ્ય મહાસંઘના પ્રમુખ, મહામંત્રી અને મુખ્ય કન્વીનર એક સંયુક્ત યાદી બહાર પાડીને અભી નહીં તો કભી નહીંના સંકલ્પ સાથે કરેલા આદેશ અનુસાર ૧૭મી ડિસેમ્બરથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદત માટે હડતાલ પર ઉતરી જશે અને ત્યારબાદ રાજ્યકક્ષાએ રેલી, સામુહિક ધરણા અને દિલ્હી જંતર મંતર ખાતે એક દિવસીય ધરણા જેવા જલદ કાર્યક્રમો આપશે.

(10:59 pm IST)