ગુજરાત
News of Monday, 16th December 2019

લક્ષ્યચંડી યજ્ઞમાં જવા માટે હાર્દિક પટેલે માંગી પરવાનગી : 19મીએ હાઇકોર્ટમાં વધુ સુનાવણી

મહેસાણા જિલ્લામાં પ્રવેશ માટે કરી અરજી : સરકારી વકીલે કર્યો વિરોધ

અમદાવાદ : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મહેસાણા ખાતે યોજાનાર લક્ષચંડી યજ્ઞમાં જવા માટે પરવાનગી માગી છે. આ મામલે સરકારે એફિડેવીટ રજૂ કરી હતી. હાઈકોર્ટમાં આ અંગે 19મીના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.હાર્દિક પટેલને વિસનગરના એક કેસમાં મહેસાણામાં પ્રવેશ બંધીની શરતે જામીન મળ્યા હતા.

   હાર્દિક પટેલે મહેસાણા જિલ્લામાં ઊંઝા ખાતે 18મીના રોજ યોજાનારા લક્ષચંડી યજ્ઞમાં જવા માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ માટે અરજી કરી છે. જેમાં 15થી 24 ડિસે. સુધી મહેસાણા વિસ્તારમાં પ્રવેશ માટે મંજૂરી માગી છે.  જેનો સરકારી વકીલે વિરોધ કર્યો હતો. ઉપરાંત સરકાર તરફે આજે કોર્ટમાં એડિશનલ એફિડેવીટ રજૂ કરાઈ હતી

(9:32 pm IST)