ગુજરાત
News of Monday, 16th December 2019

જામિયા યુનિ.ની ધમાલના પડઘા ગુજરાતમાં પડઘા : IIM ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વિરોધ પ્રદર્શન કરવા આવેલા 50 જેટલા લોકોની અટકાયત

અમદાવાદ : જામિયા ઇસ્લામિક યુનિવર્સિટીમાં બબાલના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે  અમદાવાદમાં IIM ફૂટપાથ પર પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પર દમનના આક્ષેપ સાથે જામીયા યુનિવર્સીટીમાં પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

   મલ્લિકાબેન સારાભાઇ પણ IIM પહોંચ્યા હતા અને શમશાદ પઠાણ અને તેમના સમર્થકો પણ હાજર રહ્યા હતા. તો પ્રદર્શન કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી છે.

શહેરમાં આઇઆઇએમ પાસે કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જામિયા મીલિયાના વિદ્યાર્થીઓના સમર્થનમાં સાંકેતિક અને અહિંસક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો કે વિરોધ કરવા આવેલા 50 જેટલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો પાસે વિરોધ કરવાની મંજૂરી નહોતી જ્યારે બીજી બાજુ પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે અમે મંજૂરી માંગી હતી પરંતુ અમને વિરોધ કરવાની મંજૂરી આપવામાં ન આવી. પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવ્યા બાદ તેમને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન બહાર પણ લોકોની ભીડ ઉમટી હતી અને જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમેને છોડવા માટે માંગ કરાઈ હતી.

(8:50 pm IST)