ગુજરાત
News of Monday, 16th December 2019

ગુજરાત યુનિવર્સિટીના 71માં વાર્ષિક ખેલકૂદ રમતોત્સવમાં વિરમગામ ડીસીએમ કોલેજના વિદ્યાર્થીઓ ઝળક્યા

વિરમગામ: ગુજરાત યુનિવર્સિટીનો 71 મો વાર્ષિક ખેલકૂદ રમતોત્સવ તારીખ 11/12/19 થી 13/12/19 દરમ્યાન યુનિવર્સિટી સિન્થેટિક ટ્રેક પર યોજાયો હતો. જેમાં વિરમગામની ડીસીએમ કોલેજના વિદ્યાર્થીઓએ અલગ અલગ ઈવેન્ટમાં સિધ્ધિઓ હાસલ કરેલ છે. ઠાકોરેમ  દિપીકા ( ચક્રફેંકમાં બ્રોન્ઝ મેડલ), વોરા અલ્ફિયા (1500 મીટર દોડમાં  બ્રોન્ઝ મેડલ તથા 4X400 રીલે દોડમાં બ્રોન્ઝ મેડલ), લોભાણી શારદા (4X400 રીલે દોડમાં બ્રોન્ઝ મેડલ),  સવાની જહન્વી (હેમર થ્રોમાં ગોલ્ડ મેડલ તથા 4X400 રીલે દોડમાં બ્રોન્ઝ મેડલ), આચાર્ય અવની ( હેમરથ્રોમાં બ્રોન્ઝ મેડલ), ઠાકોર આરતી ( 4×400 રિલે દોડમા બ્રોન્ઝ મેડલ), વંથળા હિમંત (હેમરથ્રોમાં  બ્રોન્ઝ મેડલ), કુમારખાણીયા વિષ્ણુ ( 20કિમી.  ઝલદ ચાલમાં બ્રોન્ઝ મેડલ) જીત્યો હતો. એથ્લેટિકસ ટીમ ને કોલેજ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં

(6:59 pm IST)