ગુજરાત
News of Monday, 16th December 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી - સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ડોનેશન અપાયું

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી અંતર્ગત સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વિવિધ ચેરિટીના કાર્યો

વિરમગામ: પૂર્વ આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના પાટનગરના નાઈરોબીમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી અંતર્ગત સ્વામીબાપા સ્પોર્ટ્સ  ક્લબ દ્વારા વિવિધ ચેરિટીના કાર્યો કરવામાં આવે છે.

    સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા મામા ઉપેન્ડો ચિલ્ડ્રન્સ વિલેજ - કીટુઈ  ૬૬ અનાથ બાળકોને વાર્ષિક ધોરણે આર્થિક સહયોગ કરવામાં આવે છે. બાળકોને દિવસમાં ત્રણ વખત ભોજન આપવામાં આવે છે. તમામ બાળકોની સતત કાળજી રાખવામાં આવે છે.તેઓને જીવન જરૂરિયાત ગાદલાં, ધાબળા, સ્કૂલબેગ, ગણવેશ, પગરખાં વગેરે આપવામાં આવે છે. આમાંથી મોટાભાગના બાળકો અનાથ અને અશિક્ષિત બાળકો હતા. સ્વામીબાપા  સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તમામ બાળકોની શાળાની ફી ભરવાની ભૂમિકા હાથ ધરી છે.

 ઉપરાંત તેઓને ગમે ત્યારે તાત્કાલિક જરૂરિયાત પડે ત્યારે પણ આર્થિક સહાય કરે છે. તેમજ સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા બીજી એક સ્કૂલ - સાલ્વેશન આર્મી સ્કૂલ ઓફ બ્લાઇન્ડ, થીકાની ત્રણ અનાથ વિદ્યાર્થિનીઓને એડોપ્ટ કરવામાં આવેલ છે. જેનાં નામ ગ્લોરિયા સ્વોમીટી - ૪ વર્ષ, એલિઝા બાલુટો - ૯ વર્ષ અને ઝેનાબુ મુથોની - ૧૫ વર્ષ. ઉપર્યુક્ત ત્રણેય વિદ્યાર્થિનીઓનની અભ્યાસ માટેની વાર્ષિક ફી અને આવાસ તેમજ સંપૂર્ણ ગણવેશના માટે પણ વસ્તુ સાથે આર્થિક સહયોગ સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબ આપે છે. ઉપરાંત શાળામાં થતા વાર્ષિક રમત ગમત કાર્યક્રમમાં તેમનો સંપૂર્ણ ખર્ચ પુરો કરવામાં આવે છે અને વધુ આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે.

    મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી -  સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સહયોગી શ્રી કુરજીભાઈ મનજીભાઈ હીરાણી (વેરાઈટી ફ્લોરિન્ગ વર્ક્સ લિમિટેડ) મામા ઉપેન્ડો ચિલ્ડ્રન્સ વિલેજ - કીટુઈ તથા સાલ્વેશન આર્મી સ્કૂલને ડોનેશન શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં આપવામાં આવ્યું હતું

  . શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી - સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબની માનવ સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ અને બંને સ્કૂલમાંથી એપરીસિએશન લેટર સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબને મોકલવામાં આવ્યો હતો

(6:57 pm IST)