ગુજરાત
News of Monday, 16th December 2019

માનસિક બીમારીથી પીડાતા યુવાને પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું

સુરત: કામરેજમાં આજે સવારે માનસિક બીમાર યુવાને જાતે ગુપ્તાંગના ભાગે જાતે બ્લેડ મારતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળેલી વિગત મુજબ કામરેજમાં હલઘરૂગામમા રહેતો 31 વર્ષીય રાકેશ પાટીલ (નામ બદલ્યું છે) ઘણા સમય પહેલા મુંબઈ ખાતે બસમાં નોકરી કરતો હતો પણ તે માનસિક બીમારીથી પીડાતો હોવાથી તેની નોકરી છૂટી ગઈ હતી ત્યારથી તે કોઈકવાર છૂટક કામકાજ કરે છઆજે સવારે પોતાના રૂમમાં જાતે ગુપ્તાંગના ભાગે બ્લેડ મારી હતી તેથી તે લોહીલુહાણ હાલતમાં થઈ ગયા બાદ બૂમો પાડી હતી જેથી તેના પરિવારના સભ્યો તરત દોડી આવ્યા હતા તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં ડૉક્ટરે તેની સારવાર શરૂ કરી હતીસિવિલના ડૉક્ટરે જણાવ્યું હતું કે રાકેશે જાતે ગુપ્તાંગમાં બ્લેડ મારવાથી તેના ગુપ્તાંગના ઉપરના ભાગની ચામડી કપાઇ ગઇ હતી. જેથી તેના ગુપ્તાંગના ભાગે 10 થી 12 ટાંકા લેવામાં આવ્યા હતા.

(6:34 pm IST)