ગુજરાત
News of Monday, 16th December 2019

બેંગકોક જવા માટે અમદાવાદ ભાઈને મુકવા વડોદરાના યુવકને ચિખોદરા પાસે અકસ્માત નડ્યો

નડિયાદ: વડોદરા ખાતે રહેતા ભવ્ય વિજયભાઈ વીરોલા (ઉ. વ. ૨૬)ગઈકાલે પોતાના પોતાના પિતરાઈ ભાઈ ભૌમિક અનિલભાઈ લીંબાચીયા (ઉ. વ. ૨૭)સાથે બેંગકોક જવાનું હોય પોતાની રેનોલ્ડ ક્વીડ કાર નંબર જીજે-૦૬, એલકે-૮૦૯૨ની લઈને અમદાવાદ એરપોર્ટ પર જવા માટે નીકળ્યા હતા. રાત્રીના આઠેક વાગ્યાના સુમારે કાર એક્સપ્રેસ હાઈવે પર આવેલી ચીખોદરા ગામની સીમમાંથી પસાર થતી હતી ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં કારમાં સવાર બન્નેને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં ભવ્યનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે ભૌમિકને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આણંદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મરણ જનાર ભવ્યની લાશનો કબજો લઈને આણંદ નગરપાલિકા હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપી હતી.

(6:29 pm IST)